બદલો
બદલો
જબાનને લગામમાં રાખીને,
હવે થાકી ગયો છું હું,
અપમાનના ઘુંટડા ગળે ઉતારીને,
સહન કરી રહ્યો છું હું.
ભીતરમાં લાગેલી આગથી,
આજ સળગી રહ્યો છું હું,
ધાયલ બની નયનોથી અશ્રું,
વહાવી રહ્યો છું હું.
નફરત ભરી નજરે જોનારાથી,
પરેશાન થઈ ગયો છું હું,
મારૂં ખાઈને મારૂં ખોદનારાઓથી,
દુઃખી થઈ રહ્યો છું હું.
છળ કપટની જાળમાં ફસાઈને,
પસ્તાઈ રહ્યો છું હું,
બદનામીનું લાગેલ ક્લંક દૂર કરવા,
ભટકી રહ્યો છું હું.
ઈંટનો જવાબ પથ્થરથી આપવા,
તક શોધી રહ્યો છું હું.
જબાનની લગામને મુક્ત કરી "મુરલી",
સોને ખુલ્લા પાડીશ હું.
