અરે કઈક તો વિચાર કર
અરે કઈક તો વિચાર કર
અરે કઈક તો વિચાર કર જિંદગી
કઈક તો વિચાર કર
મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે જિંદગી
કઈક તો વિચાર કર
મારી લાગણી લૂંટાઈ ગઈ છે જિંદગી
કઈક તો વિચાર કર
મારા સપનાં સંતાઈ ગયા છે જિંદગી
કઈક તો વિચાર કર
મારા ભાવો ભુલાઈ ગયા છે જિંદગી
કઈક તો વિચાર કર
મારા શબ્દો સળગી ગયા છે જિંદગી
કઈક તો વિચાર કર
મારા સંબંધો છેત્તરી ગયા છે જિંદગી
કઈક તો વિચાર કર
મારો પરિચય પતી ગયો છે જિંદગી
કઈક તો વિચાર કર
