અત્તર
અત્તર
મીરાં જેમ તારા પ્રેમમાં બની દાસી,
હતો તું મહા દુષ્ટ હું એ ભુલી હતી,
અત્તરના કુંડાં ન ભરાય એ હું ભુલી હતી.
મારા હૈયે તારા પ્રેમનો પાક કર્યો,
પાક નિષ્ફળ જશે હું એ ભુલી હતી,
અત્તરના કુંડાં ન ભરાય એ હું ભુલી હતી.
મેં તળાવમાં ખીલવ્યું હતું કમળ,
મહી કાતર ચલાવશે હું એ ભુલી હતી,
અત્તરના કુંડાં ન ભરાય એ હું ભુલી હતી.
સજાવ્યો હતો કાચનો રાજમહેલ,
ક્રુર બની તોડશે હું એ ભુલી હતી,
અત્તરના કુંડાં ન ભરાય એ હું ભુલી હતી.
હૈયે કરી હતી પ્રેમની મેં દિવાળી,
તું પ્રગટાવશે હોળી હું એ ભુલી હતી,
અત્તરના કુંડાં ન ભરાય એ હું ભુલી હતી.
અત્તર બનાવવા વાવ્યો ,"સરવાણી" એ બાગ,
અત્તરનાં છાંટણા જ હોય છે મિત્રો,
અત્તરના કુંડાં ન ભરાય એ હું ભુલી હતી.

