Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Romance Tragedy Others

4  

Nimu Chauhan saanj

Romance Tragedy Others

સફર પ્રેમની

સફર પ્રેમની

1 min
329


કડવા મીઠાનો મિશ્રિત સ્વાદ છે આ સફર પ્રેમની,

ઈશનો મળેલ અનોખો પ્રસાદ છે આ સફર પ્રેમની,


માઈલોનુ અંતર હો ભલે એકમેકના અસ્તિત્વમાં,

હૈયૈ એકાકાર લાગણી સાદ છે આ સફર પ્રેમની,


રંગરુપથી પર નજરોમાં કેવળ હો નિ:સ્વાર્થ સત,

ચિક્કાર ભર્યા સ્વપ્ન ઉન્માદ છે આ સફર પ્રેમની,


રીતભાતના ઢાંચાઓ છોડી માર્ગ અલગારી શોધી,

ઊડતા આભે વિહગ આઝાદ છે આ સફર પ્રેમની,


ગુમાવવા નથી કશુંજ ના પામવાની લ્હાય હો જ્યાં,

સાંજ અનંત કાળનો વિખવાદ છે આ સફર પ્રેમની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance