રસ્તે મંઝિલના
રસ્તે મંઝિલના
પતંગો પાગલ દીવામાં બળી જાય છે,
દિલો માસૂમ મહેફિલે મળી જાય છે,
કદીક આળસુ કદીક ઉદ્યમી અમને,
અરમાનો રસ્તે મંઝિલના હરી જાય છે,
પૂછેલા પ્રશ્નો ઘેઘૂર સૂણ્યા પહેલા,
જવાબોની ચાવી સચોટ મળી જાય છે,
ખીલે ક્યાંક દિલની અમીરાત મસ્તીમાં,
ધડકતે દિલ પોપચાંય ઢળી જાય છે,
વીતતી શું હશે એનેય ખબર નથી,
પાગલથી જગત મજા કરી જાય છે,
હવાની સોબતે વાદળ તો ફરી જાય,
અહીં છતે શરમ માનવ ફરી જાય છે,
જિંદગીની અરજી ફગાવીએ બાહોશ !
અહેસાન કદીક કરગરી જાય છે,
જીવન આખું ભલે ઉજડે ' શાર્દૂલ '
ગઝલથી એક મરણ સુધરી જાય છે !

