બેવફા પ્રેમ
બેવફા પ્રેમ
તે કર્યો એવો વાર તે કર્યો ના વિચાર,
આજે રોવે છે દલડું ને રોવે છે આંખ,
તારા ઉપર કર્યા વિશ્વાસ જીવથી વધાર,
મારી તે આજે મારા દલડા ઉપર કટાર.
તારા પ્રેમમાં હતો રાત દિવસ હું પાગલ,
પણ કર્યા આજે તે મને દલડા કેરો ઘાયલ,
રાત દિવસ જોયા જાનું સ્વપન તારા હજાર,
જાનું સ્વપનમાં આવ્યા લોહીનાં આસું હજાર.
મળી હતી ત્યારે જાનું હતા તારાં મીઠાબોલ,
હવે સમજાયું જાનું જીવતરના ઝેરના રે બોલ,
કર્યા જાનું દગો આજે મારા જીવની સાથ કેમ,
મારા રે જીવનનો કર્યો તે સત્યનાશ આજે કેમ.
તારાં ઉપર ભરોસો કરી મેં તોડ્યાં સંબધ હજાર,
જાનું તારા ભરોસે તૂટ્યા આજે મારા દિલના તાર,
જાનુ તારી ઉપરનો પ્રેમ આજે દેખાણો મને વહેમ,
જીવનની હાય તને લાગશે મારી માતા તને પોકશે
જાનું દલડા કેરી વાત રાખજે હંમેશા તું યાદ આજ,
સમય જયારે આવશે તને યાદ આવશે મારો પ્રેમ,
ત્યારે તું નર્કમાં જઈશ લોહીના આસું એ તું રડીશ,
ત્યારે સમજાશે તને તારી ભૂલ આવું કદીયે ના કરું.
