STORYMIRROR

HANIF MEMAN

Tragedy

4  

HANIF MEMAN

Tragedy

વીતેલી પળ

વીતેલી પળ

1 min
273

ઘણી આશા અને અપેક્ષાઓ હતી મનમાં,

થોડુંક મળ્યું, પણ ગુમાવ્યું ઘણું બધું વીતેલી પળમાં.


કોરોના કહરે કરી દીધો સર્વત્ર લાશોનો ખડકલો,

સગા - સંબંધીઓએ પણ મોં ફેરવી લીધું વીતેલી પળમાં.


ઘર-પરિવારમાં લોકોની આવન-જાવન થઈ ગઈ બંધ,

હાથ મિલાવવાનું ભૂલ્યા, 'નમસ્તે'થી વાતો થઈ વીતેલી પળમાં.


દવાખાનાં બધાં ઉભરાઈ ગયાં કોરોના દર્દીઓથી,

'કોણ પોતાનું અને કોણ પારકુ' એની ઓળખ થઇ વીતેલી પળમાં.


સ્કૂલ, કોલેજ, સરકારી ઓફિસો એક ક્ષણમાં થઈ ગઈ બંધ,

'વર્ક ફ્રોમ હોમ'નો નવો આઇડિયા મળ્યો વીતેલી પળમાં.


કોઈના મમ્મી- પપ્પા તો કોઈનું આખું ઘર વેરાઈ ગયું,

મહામારીથી પરેશાન માણસ ધ્રુસકે ધ્રુસકે રોયો વીતેલી પળમાં.


ગામ, શહેર અને દરેક ગલી ઘેરાઈ કોરોનાથી,

મજબુરી અને લાચારીનું 'લોકડાઉન' જોવા મળ્યું વીતેલી પળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy