Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nana Mohammedamin

Tragedy Others

4.7  

Nana Mohammedamin

Tragedy Others

હું ગરીબ છું

હું ગરીબ છું

1 min
461


કોઈ પૂછે સરનામું મારું તો કહું શું ?

નથી મારે કોઈ ઘર કે નથી મારું કોઈ પાકુ સરનામું,

બસ, દીન ભર રખડીને ફૂટપાઠનો જ સહારો લઉં છું હું,

કારણ એટલું જ કે હું ગરીબ છું !


પકવાન માટે તો ક્યારેય વિચારવું નહીં,

નથી મળતો ખાવા માટે સરખો એક રોટલીનો ટુકડો મને,

બસ, જે મળે એનાથી મારો પેટનો ખાડો પૂરી લઉં છું હું,

કારણ એટલું જ કે હું ગરીબ છું !


સૂટ-બૂટ પહેરવાનું મન તો મનેય થાય,

નથી મારી પાસે એક પણ જોડી ઢંગના સારા કપડાં,

બસ, જે મળે એનાથી શરીર મારું ઢાંકી લઉં છું હું,

કારણ એટલું જ કે હું ગરીબ છું !


સન્માનની તો હું શું આશા રાખું ?

નથી મળતું માન મને ને ઉપરથી લૂંટાય છે આબરૂ,

બસ, આ બધું દુ:ખ અંદરો અંદર દબાવી લઉં છું હું,

કારણ એટલું જ કે હું ગરીબ છું !


હાય-ફાય જીવન માટે "નાના" શું કહું ?

નથી મળતી અહીં પાયાની સુખ સગવડો મને,

બસ, હાય-ફાય જીવવાનું તો માત્ર સપનું જ જોઈ લઉં છું હું,

કારણ એટલું જ કે હું ગરીબ છું !


Rate this content
Log in