અધૂરા અરમાન
અધૂરા અરમાન
રહી ગયા અધૂરા સપના,
રહી ગયા અધૂરા અરમાન,
રાખી હતી જે ફૂલોની બહુ જ કાળજી
બની બાગબાન,
એજ કંટક બની ચુભ્યાં,
કરી ગયા સરે આમ અપમાન,
અમને ખૂબ વ્હાલું હતું અમારું સ્વમાન,
એમને વ્હાલું હતું એમનું અભિમાન,
કેમ કે એ તો હતા ખૂબ ધનવાન,
મૂલ્ય ઓછું આંક્યું એમને અમારું જોઈ અમારા પરિધાન,
હવે તો અમે પણ થઈ ગયા સાવધાન,
દેખાવ જોઈને જ અહીં મળે છે માનપાન,
માનવતાનું થઈ ગયું જાણે અવસાન,
મળે છે પૈસા થકી બહુમાન,
અમે પણ આપ્યું એમને આહવાન,
શરૂ કર્યું અમે પણ સફળતા માટેનું અભિયાન,
છે શ્રદ્ધા હૃદયે છે અમારે સાથ પણ ભગવાન,
હાસિલ કરીશું અમે પણ સફળતાનું મોંઘેરું આસમાન,
ઈશ્વર પાસેથી અમને પણ મળ્યું છે વરદાન,
છે શ્રદ્ધા સંપૂર્ણ ઈશ્વરમાં એક દિવસ અમારા પણ પૂરા થશે અધૂરા અરમાન.
