STORYMIRROR

Hemaxi Buch

Fantasy

3  

Hemaxi Buch

Fantasy

બચપણની દુનિયા

બચપણની દુનિયા

1 min
358

કાશ કંઈ એવું થાય,

જે વીતે છે એ એક સપનું હોય.


ક્યાંકથી કોઈ આવે અને મને જગાડે,

આંખ ખૂલે અને અને હું પહોંચી જાઉ,


પરીઓની એ સુંદર રંગીન દુનિયામાં,

જ્યાં ક્યારેક બાળપણ રમ્યા કરતું હતું,


એ માસૂમ સવાલો ને હસતું રમતું બચપણ,

જ્યાં ના કોઇ ચિંતા અને ના કોઈ ગમ,


છે તો ફક્ત ખિલખિલાતી ખુશી,

ને ઢગલો રમકડાઓનો થેલો,


 ત્યાં તો છે હસતું રમતું ચોમાસુ,

એ કાગળની હોડીઓ,


ખાબોચિયાના પાણીમાં છબછબિયાં,

ને હસતી રમતી ધૂપ,


મિત્રો સાથેની રમતો,

ગિલ્લી દંડા, બેટ બોલ અને 

એ નિર્દોષ અંચઈ, લડાઈ ઝગડા, રિસામણા મનામણાં,


ને આવે એક સોનેરી સાંજ,

જ્યાં બગીચામાં હીંચકા લપસિયા,

ચકરડી, ઉચક નીચક,


ને રમતા રમતા વિકસતું માનસ,

ને આવે ફરી પરીઓ વળી રાત,


દાદીની વાર્તા હાલરડાં ને,

ચાંદા મામા ને એ પરીઓનો દેશ,


પાછા આવી જાય એ બચપણના દિવસ,

આંખ બંધ ને હું પહોંચી જાઉ,


બચપણની નિર્દોષ રંગીન દુનિયામાં,

જ્યાં નિર્દોષ માસૂમ અને ખુશીનાં સપનાઓ જ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy