બચપણ પાછું આપી દો ને
બચપણ પાછું આપી દો ને
હીરા મોતી ને ઝવેરાત લઈ લો,
આ કિંમતી બાળપણ પાછું આપી દો ને.
આ જીવનની કેડી છે કાંટાળી,
બચપનની ડગર પર ચાલવા દો ને.
આ જવાબદારીનુ બેગ કમર વાંકી વાળી નાખે,
આ સ્કૂલનું દફતર ફરી આપી દો ને.
આ મિત્રો ખોવાયા મારા દુનિયાની ભીડમાં,
ફરી આ સ્કુલી મિત્રો આપી દો ને.
મોલ ને રેસ્ટોરન્ટ કરતા મીઠો લાગે સ્કૂલનું લંચ,
ફરી આ લંચ બોક્સ આપી દો ને.
ટેન્શન નિરાશા હતાશાથી પાગલ બન્યો,
આ સ્કૂલી રમતો ફરી રમવા દો ને.
આ જિંદગીનાં ગણિતમાં હું કાચો પડ્યો,
ફરી એ શિક્ષકો ને મલાવી દો ને.
હીરા મોતી ઝવેરાત લઈ લો,
આ બચપણ પાછું આપી દો ને.
