બારણે ટકોરો
બારણે ટકોરો
દેજે બારણે રોજ ટકોરો, તારા આગમને લઈશ છાપું,
અજવાળા આંખે ઓછા ક્યાં વંચાય હવે આ છાપું,
આ તો લેતાં છાપું થાય સ્મિતની આપ લે જાણજે,
ને તને થાય ડોહાના હજી જીવીત હોવાની જાણ,
ડોહી ગઈ, છોકરાં વિદેશ, મિત્રો પણ ગયા છૂટી હવે,
પરિચિત ચહેરો જોવા ખરીદું છું હું આ તારું છાપું,
જો કદી ના ખોલું બારણું તો કરજે જાણ પોલીસને,
ગયો સમજજે ડોહો મળવા ડોહીને એનાં સ્વધામ,
રૂપિયા છસ્સો બારણે ટકોરાના કેવી વિવશતા ડોહાની,
એકલતાની વેદના કેવી દારૂણ અવસ્થા સમજ ફેરિયા !
