બારી જોઈએ
બારી જોઈએ


આંખ ખુલ્લી બંઘ બારી જોઈએ,
પ્રેમમાં કયાં જાણકારી જોઇએ ?
ચિતરે છે કોઈ રંગોળી મૂખે,
ચિરોડીની મીનાકારી જોઈએ.
શ્વાસ મુકયાં ગીરવે, આવે છે તું?
આંખની સુની અટારી જોઈએ.
ક્યારીમાં ફૂલો ભલેને ના ઉગે,
હોઠે ઝાકળની સવારી જોઈએ.
એમ ના બેહોશ થાઉં ઓ પ્રિયે,
આંખની તીણી કટારી જોઈએ.
રદ થયું છે ચલણ આ શ્વાસનું,
નવલી નોટોની સવારી જોઈએ.