STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

બાપનું હૈયું...

બાપનું હૈયું...

1 min
157

બાપનું હૈયું....

છે હૈયું છલોછલ ભરેલું, પણ છલકાય ના

છું બાપ એટલે નયનથી વહાવાય ના,

છીએ ઘરના મોભી , માન સન્માને  બસ ખેલીએ
પરિવારને પ્રેમથી સીંચીએ , પરગજુ હૈયું પરખાય ના

બાપ કરતાં થાજો સવૈયા, જીવન  મંત્ર સંતાનોને દેતા
પહાડથી ઝરતી  આ અવિરત ધારા, ઝંઝાવાતે રોકાય ના

 સંઘર્ષ એ ચાવી સફળતાની, અદમ્ય ઉત્સાહની  ગાથા આ બાપ
સાવજની દહાડ દેતું જીવન ,સંસારે ક્દી વિસરાય ના

પરિવારની પ્રેરણા એ લક્ષ ,  બાપનું હૈયું એ સુખની રે છાયા
ચાહતના ઉપવનની ભેટ, સૌરભ કદી કેદ થાય ના

બાપનું હૈયું શ્રીફળની જાત, 

મંગલ ગાણે વરદાય એ...પણ છલકાય ના(૨)

.....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational