બાળઉછેરની યાદ દાદાજી
બાળઉછેરની યાદ દાદાજી
વ્હાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે,
લીમડાનાં વ્રુક્ષમાં ક્યાંક ઘડપણ મળી આવે,
ચીંથરેહાલ નોટનો શું ભરોશો? ફાટી પણ જાય,
પરચુરણને પ્રેમ કરતું એ બચપણ મળી આવે, તમને જોવુ ને...
નાનપણમાં લાગેલી ઠોકરનાં માર પર
મારેલી એ હળવી ફૂંક યાદ આવે,
મરી ગઈ કિડી ને મટી જશે તરત એ
નાનપણની જૂઠકડી યાદ તરી આવે, તમને જોવુ ને...
માનો આપ્યો વ્હ્યલ, પિતાનું આપ્યું નામ,
એવુ એક દિલનું સગપણ મળી આવે,
મીઠી મારી ભાવતી એ હરીયાળી વરીયાળી યાદ આવે
તમને જોવુ ને એ બચપણ યાદ આવે.
સૂરજને સંતાડી પટપટાવતી એ પાંપણ મળી આવે,
તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં શિખવેલું
એક દર્પણ મળી આવે,
તમને જોવુ ને એ બચપણ યાદ આવે.
રાત-દિવસ જે છેતરી ગઈ એવી
ભીતરની ભીંત યાદ આવે,
બચપણની યાદોને તાજી કરતુ
તમારા મુખ પર એક હાસ્ય છલકઈ આવે,
તમને જોવુ ને એ બચપણ યાદ આવે…
રમૂજ,મિજાજી અને સલાહથી ભરપુર
એવી વાતો યાદ આવે,
આજે પણ ફરી નાનપણ ને નવેસરથી
જીવવાની એ છટા યાદ આવે,
તૈયારી કરી છે ખુલ્લા દિલે,વ્યાજ ચૂકવવાની
બાધી મુદતની જો એકાદ થાપણ મળી આવે,
તમને જોવુ ને એ બચપણ યાદ આવે.
તમને જોવુ ને એ બચપણ યાદ આવે.