STORYMIRROR

Jay D Dixit

Children Stories Tragedy

3  

Jay D Dixit

Children Stories Tragedy

મારે આભમાં જવું છે

મારે આભમાં જવું છે

1 min
302

"નીચે ઉતર"

મેં જમીનથી એને રાડ પાડી,


એ તો છેક ઉપર હોર્ડિંગ પાસે

જેમતેમ નીચે ઉતાર્યો,


"અલ્યા કેમ ઉપર ચડ્યો?"

એ કહે...

"હું તો એ નિસરણી માપતો હતો."


"પણ, કેમ?"

"મને એક નિસરણી રોજ દેખાય,

જેના પર ચઢી આભમાં જવાય,


સુરજ મળે, ચાંદો મળે 'ને તારાને અડાય,

ને આંખ ખુલે તો નિસરણી ખોવાય જાય,


રોજ શોધું પણ ના દેખાય,

આજે આ મળી પણ નાની પડશે, કેમ?

"આનાથી આભમાં નહીં જવાય."


મેં પૂછ્યું

"તારે આભમાં કેમ જવું છે?"


"કેમ પપ્પા આમ કરો, ભૂલી ગયા?

તમે જ તો કીધું છે,

મમ્મી તારો થઈ ગઈ છે,

મારે મમ્મીને મળવું છે."


અને હું રડી પડ્યો...!




Rate this content
Log in