STORYMIRROR

Kalpesh Vyas

Children Stories Inspirational

3  

Kalpesh Vyas

Children Stories Inspirational

ગુલાબનું ફૂલ

ગુલાબનું ફૂલ

1 min
691

હું ગુલાબ છું,

રાજા ફૂલોનો કહેવાઉ છું,

કયાંક તમે ઊગાવો છો,

કયાંક જાતે ઊગી જાઉ છું. 


ખેતરોમાં, બાગમાં,

તો ક્યારેક કુંડામાં દેખાઉ છું,

લાલ, ગુલાબી ,પીળા,

વગેરે રંગે હું રંગાઉ છુ.


છોડ પર રહીને,

મારી સુગંધ મંદ ફેલાવુ છું

પતંગિયા, મધમાખી,

સહુને હું રસપાન કરાવું છું.


ક્યારેક એમનેમ છોડ પર,

હું એકલો રહી જાઉ છું,

કાંટા હોવા છતાય,

હું કાતરથી કપાઈ જાઉ છુ. 


ક્યારેક હારમાં પ્રભુના,

હું પોરાઈ જાઉં છું, 

તો ક્યારેક વરમાળામાં,

હું સજાઈ જાઉં છું. 


ક્યારેક પ્રભૂના હાથમાં,

ક્યારેક ચરણોમાં દેખાઉ છું,

પ્રેમી પંખીડાઓની ,

લાગણી વ્યક્ત હું કરાઉ છુ. 


સુહાગરાતની સેજ પર પણ,

હું પથરાઈ જાઉ છું.

ક્યારેક નનામી પર,

વિખરાઈને ચડી જાઉ છું. 


પિસાય જો પાંખડીઓ,

તો હું અત્તર બની જાઉ છું, 

સાકર ભળી જાય તો,

હું ગુલકંદ બની જાઉ છું. 


કદાચ આવા કારણો થકી,

રાજા હું કહેવાઉ છું,

મિત્રો હું ગુલાબ છું,

રાજા ફૂલોનો કહેવાઉ છુ.


Rate this content
Log in