STORYMIRROR

Kausumi Nanavati

Children Stories Others

3  

Kausumi Nanavati

Children Stories Others

બાળક સાથે

બાળક સાથે

1 min
225

બાળક સાથે બાળક બની રહેવું છે ગમે, 

વિસરાયેલા શૈશવના સ્મરણો સાભરે જાણે કે,

બાળક સાથે...


નિખાલસતા છે હૈયે હજૂય છૂપાયેલી જાણે,

ડોકિયું કરવાને બહાર થનગનતી આજે કે.

બાળક સાથે...


શૈશવ હતું એ બાખોડીયા ભરતું જાણે,

દોટ મૂકી કશે દૂર ભાગ્યું છે જાણે કે.

બાળક સાથે...


ઉત્સુકતા, ચંચળતા કશેક ખોવાઈ જાણે,

વ્યસ્તતામાં ચપળતા ગુંગળાઇ જાણે કે.

બાળક સાથે...


થયું મન સરી પડું નિર્દોષ બાળપણમાં હું આજે,

સોનેરી સમયના પડછાયામાં લપેટાઉ આજે કે.

બાળક સાથે...              


Rate this content
Log in