STORYMIRROR

Tirth Soni "Bandgi"

Drama

3  

Tirth Soni "Bandgi"

Drama

બાળપણના શોર ને

બાળપણના શોર ને

1 min
179

મેં પૂરી ને રાખ્યો છે ભીતરમાં વિતેલા બાળપણના શોરને

એ મીઠી મજા હતી કહેડાવામાં, કે આતો કેરીનો ચોર છે,


પેકિંગમાં મળતાં અથાણાંએ છીનવી છે આવી મજા,

છનામુના સંતાઈને ખાવાની મજા જ કંઈક ઓર છે...


સ્મૃતિઓના સંદૂકમાં સંઘરી છે મનગમતી પ્રવૃત્તિઓ,

બાળપણની ધીંગામસ્તીની મજા જ કંઈક ઓર છે...


બાળકને હંમેશાં સમજદાર થવા સદા આપણે સમજાવીએ,

એ નથી શીખવતા, આ ક્ષણને જીવવાની મજા જ કંઇક ઓર છે...


હાલને ભૂલી સદા બધાંએ ચર્ચા માંડી ભાવિ અને ભૂતની,

દ્યો હોંકારો કે અત્યારને માણવવાની મજા જ કંઇક ઓર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama