બાળમજૂરી છે એક મજબૂરી
બાળમજૂરી છે એક મજબૂરી
બાળમજૂરી કરતાં જીવન ઘૂંટાય છે,
ને કડવાં ઘૂંટડા પીવાય છે.
બાળમજૂરી છે એક મજબૂરી...
બાળમજૂરી કરતું બાળક ભૂખ્યું મરે,
ને વધ્યું-ઘટ્યું ખાઈ જીવન ગુજારે.
બાળમજૂરી છે એક મજબૂરી...
બાળમજૂરી કરનારને છે ઘણી જવાબદારી,
ને તેની કહાની છે અત્યંત કરુણાભરી.
બાળમજૂરી છે એક મજબૂરી...
બાળમજૂરી કરનારનું કાપે છે તન,
ને ઠપકા સાંભળી ભરાઈ જાય છે મન.
બાળમજૂરી છે એક મજબૂરી...
બાળમજૂર કરનારના સપના થાય છે ચકચૂર,
ને તેના ભણતર સાથે થાય છે વેર.
બાળમજૂરી છે એક મજબૂરી....
બાળમજૂરી કરનાર પરિવાર માટે સુખ છોડે,
ને પૈસા માટે રાત-દિવસ જોડે.
બાળમજૂરી છે એક મજબૂરી.
