STORYMIRROR

Shaurya Parmar

Children

3  

Shaurya Parmar

Children

બાળકો માટે.

બાળકો માટે.

1 min
504




હું કંઈ ચિત્રકાર નથી,

પણ દોરું છું,બાળકો માટે,


હું કંઈ ગીતકાર નથી,

પણ લખું છું,બાળકો માટે,


હું કંઈ નૃત્યકાર નથી,

પણ નાચું છું,બાળકો માટે,


હું કંઈ ગાયકકાર નથી,

પણ ગાવ છું,બાળકો માટે,


હું કંઈ નાટ્યકાર નથી,

પાત્ર ભજવું છું,બાળકો માટે,


હું કંઈ હાસ્યકાર નથી,

પણ હસાવું છું,બાળકો માટે,


હું કંઈ કથાકાર નથી,

વાર્તા કરું છું,બાળકો માટે,


હું કંઈ દાતાર નથી,

પણ દઉં છું,બાળકો માટે,


હું કંઈ ઈશ્વર નથી,

પણ માસ્તર છું,બાળકો માટે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children