બાળ રમત
બાળ રમત
હતી હું તો હરખઘેલી મારાં બાળપણમાં રમતો રમવા માટે,
પણ મારાં મિત્રો વઈ જતાં વાકેશનમાં મામાના ગામે....
હું ચાલું વર્ષે રમવા માંગતી તો લોકો રમાડતાં નહિ મને....
રમવાની ઈચ્છા સાથે મારું મન બાળપણ ઝંખે.....
પરીક્ષા સમયે લોકોને ભણવાની યાદ આવે....
મને હંમેશા "ટીચરની છોકરી" કરીને ચીડવવામાં આવે....
રહી જતી હંમેશા હું રમવા માટે એકલી....
મને નથી ખબર કેવી રીતે રમાય આંબલી પીપળી....
દોડવામાં હું ધીમી પડી હતી.....તો રમતમાં હું કાચી રહી ગઈ....
રમવાની ઈચ્છા પુરી કરું તે પહેલા હું જ મોટી થઈ ગઈ....
ઘર ઘરાઓની રમત મને સારી રમતાં આવડે....
પણ મારી સાથે રમવા માટે લોકોને બહાનાં આવડે....
પરીક્ષામાં પ્રથમ નંબર લાવવાની મને..... સજા મળતી હતી,
દોડવાની રમતો હજી પણ..... મને આવડતી નથી..
બાળપણ સુધારવા માટે મે શોખ પાળી લીધા.
કવિતા, ચિત્રો, સ્કેચિંગને મે અપનાવી લીધાં.....
બંધ રૂમમાં પુરાઈ રહેવા કરતાં
મે..... બંધ રૂમમાં જ વ્યસ્તતા..... અપનાવી લીધી....
આજે મેં મારી જિંદગીને ખુશ ખુશાલ બનાવી દીધી....!
