બા હું તો ભણવા ચાલ્યો
બા હું તો ભણવા ચાલ્યો
બા હું તો ભણવા ચાલ્યો રે નિશાળ
બા મને પાટી પેન ને આપજે રૂમાલ
બા હું તો........
ઓલી ચકલીઓ ભણવા આવી પાંચ
ઓલો કાગડો તો સૌને રે મારતો ચાંચ
બા હું તો........
બા મારે ભણવા છે એકડા ને બગડા
બા ઓલી સુગરી કરે છે ઊંધા છગડા
બા હું તો........
ઓલી કોયલ ગીતો ગાય આખો દન
ઓલો ભમરો વર્ગમાં કરે બણ બણ
બા હું તો........
ઓલો મોરલો ભણવા આવે વહેલો
બા એતો ભણવામાં છે સૌથી પહેલો
બા હું તો........
બા ઓલો પોપટ લાવ્યો મરચાં લાલ
બા ઓલો હોલો વર્ગમાં કરે છે સવાલ
બા હું તો........
બા મારે ભણવા જાવું છે સૌની રે સાથે
બા મારે ભણવા જાવું પંખીઓની સંગાથે.
