Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Soni

Drama Romance

4.0  

Tirth Soni

Drama Romance

અવરથી આપણે થયાં

અવરથી આપણે થયાં

1 min
174

આ વર્ષે ક્ષણો કેટલાં જલ્દી વિત્યાં,

હું અને તું અવરથી આપણે થયાં.

સ્મરણ સાગરની લહેર સાથે વહ્યાં,

વિયોગની વ્યથાને કેમ કરું બયાં ?

પરાણે મેં પાંપણનાં પલકારા રોક્યાં,

નયનો મારા તુજ દર્શ કાજ છે તરસ્યાં,

વાટ જોતો હજુ હું છું ઊભો ત્યાં,

પણ, તારા આગમનાં એંધાણ ક્યાં ?

ઉર ઊર્મિના ઉકળતાં ઉભરાં સહ્યાં,

ખૂણામાં બેસીને મેં હીબકાં ભર્યાં,

વિરહના ઝખ્મોંને કવનમાં મેં કહ્યાં,

મનોરથો મારાં મનનાં મનમાં જ રહ્યાં.

હવે ન પૂછશો શી દશા છે તમારી,

થયાં તરુ એવાં જેનાં બધા પાન ખર્યાં.

અરજ છે થાવ વસંત, આવી પાનખર જ્યાં,

સદા 'બંદગી' એ તમારાં જ જાપ જપ્યાં.

Rate this content
Log in

Similar gujarati poem from Drama