STORYMIRROR

Sangita Dattani

Fantasy Others

4  

Sangita Dattani

Fantasy Others

અવનવી દુનિયા

અવનવી દુનિયા

1 min
386


દુનિયા અવનવી, ધરતીમાતા

દુનિયા તારી અવનવી,

નદીઓ સુંદર, પર્વતો સુંદર,

સરોવરો તો મધુર મીઠાં.


અજાયબીઓ તો આઠ અહીં,

માનવ દેખે સકળ નયને !

આભે ચાંદલિયો, ટમટમે તારલા,

ગ્રહો નવ ફરતાં ઊંચે આભમાં.


દુનિયા અવનવી, પૃથ્વીમાતા,

મીઠી મધુર ને મખમલી દુનિયા.

જંગલો તો ઝાકમઝોળ થાય,

બગીચાઓ મહોરે સદાબહાર.


સજતી-ધજતી ધરતીમાતા,

પાક મબલખ ઉતારે જગમાં.

લીલીછમ ધરતી ધ્રૂજે કદીક,

સાગર વિફરે બેફામ બની.


તારું મારું કરતાં કરતાં માનવ

બન્યો બેફામ, કલરવ કરતા

પક્ષીઓની સુંદર સાંજ સવાર,

દુનિયા અવનવી કેવી મજાની !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy