STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

અવકાશ શોભે ઝીણા ઝીણા તારલે

અવકાશ શોભે ઝીણા ઝીણા તારલે

1 min
177

અવકાશ શોભે ઝીણા તારલે રે લોલ...!

કાળી કાળી વાદળી આભમાં રે

એતો ઊંચી ઊંચી દોડતી જાય

અવકાશ શોભે ઝીણા તારલે રે લોલ...!


ચાંદામામાની શીતળ ચાંદની રે

એ તો સૂરજ પાછળ સંતાય જાય

અવકાશ શોભે ઝીણા તારલે રે લોલ...!


સૂરજ તપે છે ધોમધખતા રે

ઝાડની છાંયડે ઢંકાઈ જાય

અવકાશ શોભે ઝીણા તારલે રે લોલ...!


પૂનમના ચાંદ બહુ ચમકતા રે

અમાસ આવે ને છુપાઈ જાય

અવકાશ શોભે ઝીણા તારલે રે લોલ...!


વરસાદી વીજ જોને ચમકે રે

કાળાં કાળાં વાદળ દોડી જાય

અવકાશ શોભે ઝીણા તારલે રે લોલ...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy