STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

અવિનાશી અજવાળું

અવિનાશી અજવાળું

1 min
61

અવિનાશી  અજવાળું……


નથી   અમારું  નથી  તમારું ,   જગ  સૌનું  સહિયારું
મારામાં રમતું તે તારામાં રમતુંઅવિનાશી  અજવાળું


ઋતુ  ઋતુના  ચક્રે  ખીલતુંનિત  નવું  નજરાણું
સાગર  ખોળે  ગિરિ શિખરેભરજો  મધુરું ગાણું


પ્રસન્ન પુષ્પે ઝૂમતાં  મનડાં,  પહેરી  પ્રેમ પટોળું
ષટ રસધારાએ  આ ધરણી , ધરતી  સરખું વાળું
આ જગ સૌનું સહીયારું


પુનીત પ્રભાતે ઉષા સંગેદિવ્ય ચેતના ઓઢું
બ્રહ્માંડના મંગલા આશીષેહરખ સજીને પોઢું

માનવ જન્મ મોંઘેરો મળીયોઆત્મ ચિંતને માણું
સત્સંગના   પાવન  પ્રકાશે,  અંતર મન  અજવાળું
આ જગ સૌનું સહીયારું


નિર્મળ  ભક્તિ  દૈવીશક્તિસુખ  દાતાનું  ભરણું
કરુણા અભય  છે વરદાનો , ઉજવો શાન્તી  ટાણું

ખીલે અવનીએ ભારતીય સંસ્કૃતિઅમર આશ અજવાળું
'આકાશદીપ'  વદે  પ્રેમ  દીવડેકલ્યાણ  જ્યોત    જગાવું
નથી અમારું નથી તમારુંઆ જગ સૌનું સહીયારું


રમેશ પટેલ(આકાશદીપ)..


Rate this content
Log in

Similar gujarati poem from Drama