અવગણના
અવગણના
વસાવો તમારો ચહેરો, આંખોમાં સદાય મારી,
ન નિરખો ચહેરો મારો, આયનાની અંદર ઝાંખી,
તૂટશે આયનો જ્યારે, છબી વિખાશે મારી,
શરમ આવશે તમને, અવગણના કરશો મારી,
મુલાકાત કરજો મારી, વાટ જોઈશ હું તમારી,
ન સતાવો તમે મુજને, સપનામાં રાત સારી,
સપનું તૂટશે જ્યારે, મુલાકાત રહેશે અધૂરી,
શરમ આવશે તમને, અવગણના કરશો મારી,
તરસું છું તમારા પ્રેમમાં, તરસ છિપાવો મારી,
નહીં તરસ તમે છિપાવો તો, જાન જશે મારી,
તમારી પ્રેમ સરિતા જો, તરસ ન છિપાવે મારી,
શરમ આવશે તમને, અવગણના કરશો મારી,
ઘાયલ છું તમારા પ્રેમથી, દવા બનો તમે મારી,
રૂઝાવો ઝખમ દિલના, સારવાર કરીને મારી,
પોકારે "મુરલી" તમને, દિલમાં વસો તમે મારી,
શરમ આવશે તમને, અવગણના કરશો મારી.

