STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

અવાજ રાખને

અવાજ રાખને

1 min
230

જીવી શકું તો જીવી લઉં હું મારા કિરદારને,

દુઆ કરું અધ્ધર ઉઠાવી હાથ તું સ્વીકારને,


સંજોગો આવે' જુએ નૈ ચોઘડિયા કે વારને, 

વિંધાશે માછલીની આંખ તું હારને પડકારને,


કારમી વસમી વેળાઓ આવે ને ગુજરી જાય, 

હૈયામાં સળગતા શબ્દની ચિનગારી બુઝાવને,


વિસ્મરણ સારું' રાખી ને યાદ કેટલુંક રાખવું,

ગમતાંનો સરવાળોને બીજી બાદબાકી કરને,


અંદર કંઈ સળવળતું' હિમ સરીખું થરથરતું,

મૂંગામૂંગા નૈ ચાલે ઝીલ થોડો અવાજ રાખને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy