Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tirth Soni "Bandgi"

Abstract Romance

4  

Tirth Soni "Bandgi"

Abstract Romance

અત્તરની શીશી

અત્તરની શીશી

1 min
410


અમસ્તાં ફંફોસતા ફરી મને જડી, એ અત્તરની શીશી

સોનેરી ઢાંકણાંવાળી કાચની, એ અત્તરની શીશી,


સાવ ખાલીખમ છતાં જાણે છલોછલ ભરેલી,

સ્મરણોની તાજી સુગંધ ભરી, એ અત્તરની શીશી,


જાણું છું, તું છે ભૂલકણો બેપરવાહ મસ્ત મિજાજી

પણ સાચવી છે સોગાદમાં આપેલ, એ અત્તરની શીશી,


આપણાં સંબંધના સાક્ષી ફક્ત સ્મરણોની થોડી સોગાદ છે,

એ સઘળું સંતાડી સંભાળી રાખ્યું, સાથે એ અત્તરની શીશી,


કહાનીને અધવચ્ચે છોડી થયાં અળગાં આપણે ને,

તું વિસરી ગયો ને હું સુંઘતો રહ્યો ખાલીખમ, એ અત્તરની શીશી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract