અતિત ના ઝરૂખે
અતિત ના ઝરૂખે
અતિતના ઝરોખે ક્યાં સુધી બેસી રહીશ,
જે ગુમાવ્યું છે એનો અફસોસ ક્યાં સુધી કરીશ,
નથી મળ્યું એની પાછળ આત્મસાદ ક્યાં સુધી કરીશ,
આવનાર મેઘાવી સપ્તરંગી જીવન જોઈ રહ્યું છે તારી વાટ,
વધ આગળ અડગતાથી પુરી કર હરએક ઈચ્છા,
અગન પંખ ત્યજી કરી લે આવનાર લેષ જિંદગીનું સ્વાગત.
