STORYMIRROR

SHEFALI SHAH

Drama

4  

SHEFALI SHAH

Drama

અષાઢના વધામણાં

અષાઢના વધામણાં

1 min
311

અટારીએ પેલો મોરલો ટહૂકી અષાઢના વધામણાં લાવ્યો,

જાણે વાદળની પાંખ પર સવાર વાલમનો સંદેશો આવ્યો.


આંખલડી જોતી રહી વાટ, પણ પ્રતીક્ષાનો અંત ના આવ્યો,

કોરી ધાકોર રહી ગઇ આ વિજોગણ તોય જોને વાલમ ના આવ્યો.


હવે તો આંખોમાં બેઠેલો વરસાદ જાણે પૂરના એંધાણ લાવ્યો,

વહી જશે સઘળી ઈચ્છાઓ એવી કોઈ તબાહીના વાવડ લાવ્યો.


સાંબેલાધાર વરસાદ પણ જાણે ઓછો પડે એવો આ સમય આવ્યો,

ફરી અષાઢ વાલમ વગર કોરું ધાકોર જશે મનમાં સંદેશો આવ્યો.


ત્યાંજ કમાડ ખખડ્યા ને જોયું તો મારો પિયુ આવ્યો,

સઘળી ફરિયાદોનો જાણે એક સુખદ અંત લાવ્યો.


ભરી આલિંગનમાં મને ને મારામાં ફરી ધબકાર બની આવ્યો,

અષાઢમાં આવી શ્રાવણના સપનામાં અવનવા રંગ પૂરવા એ આવ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama