STORYMIRROR

Dilip Ghaswala

Inspirational Classics

3  

Dilip Ghaswala

Inspirational Classics

અસરદાર કેવા ?

અસરદાર કેવા ?

1 min
26.8K


ઉલાળા નયનનાં અસરદાર કેવા;

તમારા ઈશારા છે વગદાર કેવા.

રૂપિયાની માફક એ ખખડાવી જોજો;

કહીદો સ્મરણના છે રણકાર કેવા ?

નિરાકાર સાકાર થઈ જાય ત્યારે;

પ્રભુના જુઓ ભાઈ અવતાર કેવા ? 

તમોને બધી યે કલા આવડે છે;

થયા માનવીઓ સમજદાર કેવા ?

તમારી ગજબનાક વાતો છે "દિલીપ",

કથામાં વ્યથાના છે શણગાર કેવા ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational