અસર તો જુઓ
અસર તો જુઓ
કોઈ એમના સ્મિતની અસર તો જુઓ,
ગાલ પર પડતાં એ ખંજન તો જુઓ.
પ્રકૃતિ પણ હરખાઈ છે એમના એક સ્મિતથી,
એની સાક્ષી પૂરતાં આ ઝાકળબિંદુ તો જુઓ.
રાત પછી દિવસ અને દિવસ પછી રાત છે,
રુદન પછીના હાસ્યની અસર તો જુઓ.
અહીં તો દર્દ સાથે સ્મિતને જાણે સગાઈ છે,
દીકરી વિદાયની આ કારમી ઘડી તો જુઓ.
ચહેરા પર પહેર્યું છે જાણે સ્મિતનું મહોરું,
આંખોમાં ડોકાતી એમની વ્યથા તો જુઓ.
એના એક સ્મિતમાં એને બ્રહ્માંડ દેખાય છે,
યશોદાના માતૃત્વની અસર તો જુઓ.
મરુભૂમિ પણ આજે રોમાંચિત થઈ છે,
'વર્ષા' એ વેર્યું છે આજે અહીં સ્મિત તો જુઓ.

