અરીસો
અરીસો
મન મારું અરીસોને વિચાર તેનું પ્રતિબિંબ,
મારી ભીતરનું પ્રતિબિંબ મન મારું જાણે,
જેવું હોય તેવું બતાવે ને વિચારમાં દર્શાવે,
અરીસો ક્યારેય એ વાત કોઈને ન જણાવે.
બાળપણ તેનાં નખરાં અરીસાને બતાવે,
ને યુવાની તેનું નિખરતું રૂપ તેમાં સજાવે,
સોળ શણગાર સજી ઊભી રહું તેની સામે,
ને ત્યારે મારી ભીતરનું પ્રતિબિંબ બતાવે,
વૃધ્ધાવસ્થામાં એ દિવસોની યાદ અરીસો અપાવે,
ને વિતેલા વર્ષોના સંસ્મરણો તાજા કરાવે.
અરીસા સામે ઊભી ને હું નિહાળુ છું મને,
ને હસીને અરીસો મને તેનો સાથી બનાવે.
હું એટલે અરીસો ને અરીસો એટલે હું,
એકબીજાના પ્રતિબિંબ ને હૈયામાં સમાવે.
