અફસોસ
અફસોસ
શૈશવના નિર્દોષ સ્મરણપટ પર
નજરે જોયેલું સમજાયેલુ દ્રશ્ય
અંકિત થયું માનસપટ પર
માવતરનો અણગમો
એમના જ માવતર પર
ભૂલ એ જ હું પણ કરતો રહ્યો
અજાણતાં કે જાણતા જ ?
પુનરાવર્તન થતું રહ્યું
જીવનની ઢળતી સંધ્યાએ
અતીતમાં કર્યું છે ડોકિયું
ખેવના હતી સહારો મળશે પુત્રનો
ત્યાં અંતરનો મર્મવેધી પ્રશ્ન
શું તમે બન્યા'તા સહારો ?
સહારો તો છે માત્ર લાકડીનો
'અફસોસ' છે ગઇકાલની ભૂલનો !
