Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Tragedy

3  

Parag Pandya

Tragedy

અપેક્ષા

અપેક્ષા

2 mins
146


ફ્રેશ થઈને શાંતીથી આરામખુરશીમાં ગોઠવાયો,

ત્યાં જ અવાજ આવ્યો -- ચા લાવું ?


કંઈ વિચારોમાં છો ? ઓફિસમાંં બોલાચાલી ?

હું મૌન હવામાં તાકતો ચા પીતો ગયો,


નવી ઓફિસ-- નવા લોકો ઘણો સમય ગયો,

જૂની ઓફિસમાંથી કોઈ ફોન નથી- કેમ છો ?


જેમની સાથે આઠ-દસ કલાક કામ કરતા,

આજે એમાંથી કોઈ યાદ પણ નથી કરતું ?


જે મારે માટે કોઈની પણ સાથે લડી લેતાં,

એ આજે વીસરી ગયાં હોય એવું લાગે છે;

મારે બહાર એવું જ અને ઘરમાં પણ એવું જ.

એક જ તકલીફ છે સાલી, એ છે "અપેક્ષા" !


જીવનમાં કોઈની પાસે કોઈ પણ અપેક્ષા

રાખવું કર બંધ, પછી જો દુ:ખ થાય ગાયબ !


બેંકનું એટીએમ કાર્ડ તમને પૈસા કેટલાં આપે ?

જેટલાં જમા કર્યા, એટલાં જ ખર્ચી શકો ને !


એક ખાતું ખોલ્યું છે "ઇમોશનલ એકાઉન્ટ", 

જ્યાં સુધી બેલેન્સ હશે ત્યાં સુધી વપરાશે,


ઓફિસમાંથી નીકળતાં જ બેલેન્સ ખતમ,

એટલે "નો યાદ ", "નો કોલ ", " નથીંગ",


વપરાયું ના હોય પણ આ અકાઉન્ટમાં,

બંનેનું જમા કરેલું બેલેન્સ હોય ઘણું;


એટલે અપેક્ષાભંગ કે દુ:ખ નથી થતું એમને,

ઇમોશનલ અકાઉન્ટમાં ભરપૂર બેલેન્સ જેમને;


ઇમોશનલ બેલેન્સ ઘટી ગયું છે- ટૂકડે ટૂકડે,

કહેતાં કહેતાં આંખમાં અશ્રુધારા વહેવા લાગે;


આજે આંખોમાં જે આંસુ દેખાય છે ને તો,

ઇમોશનલ અકાઉન્ટ થયું ફરી રિચાર્જ ?


એકાઉન્ટમાં ભરપૂર બેલેન્સ તો અપેક્ષાઓનો,

ન થાય ભંગ ને સચવાય સંબંધોની સુગંધ,


એક તરફી રિચાર્જ થયા કરે તો દુ:ખ જ થાય,

પ્રોફેશનલ સંબંધોની ભેદરેખા ઇમોશનલ એકાઉન્ટ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy