અપેક્ષા
અપેક્ષા
અજાણી બનીને અજાણી રહી,
વફા આંચ દેતી સજાની રહી.
નિગાહો મળીને બની એક નજર,
મગર સાવ ટુંકી કહાની રહી.
હતી હેત ભીની હ્રદય ભાવના,
તરસતી હમેશા જવાની રહી.
ધરી ધારણા મન પ્રણયની છતાં,
કદમ રોકતી પળ હયાની રહી.
મળ્યો સાથ જેનો ફકત બે ઘડી,
મગર યાદ કાયમ નિશાની રહી.
થયા ભુલવાના પ્રયાસો બધા,
અપેક્ષા ઉમંગે દયાની રહી.
સમય ના ટકોરે કદમ માંડતા,
નસીબે જ માસૂમ વિરાની રહી.