અનુભૂતિ
અનુભૂતિ
જોને ઝરણાં વહે ખળખળ નાદે,
જુએ તરુવર ખગ કલરવ કળે,
વાત પૂછે પર્ણ જીવતા જળે,
સ્વાવલંબન ઓ વમળ વછૂટે વળી વાદે,
દિન દિશાને તરુડાળી ડોલે,
ધરા નમે છે અમ ઝર્યા જોરે,
ઊડતા જેમ કણ રસ રજ લાદે,
વહે જળ સરિતા લયમાં,
પુષ્પ ખીલ્યાં સહુ સાથમાં,
પરમ ધૂન મંદ મળ્યા રોમાંચ સાથે,
મળ્યા મેળ હરખે મિલન મળી,
અમી મય મીટે એ જ ચિત તળી,
મનરવ દૃશ્યના જોમ દર્દ ધીરે દાદે,
સરસ ગીત રચના તેની મધુરતા હતી કરે.
