અંતિમ યાત્રા
અંતિમ યાત્રા


"એક મરણ પામેલા વ્યક્તિના મનની વાત." આજે ખુશ છું બઉ લોકો મારી અંતિમ યાત્રા માં આવ્યા છે,
ધ્યાન થી જોઉં તો કેટલાક જાણ્યા તો કેટલાક અજાણ્યા ચહેરા દેખાયા છે.
મારી મોતથી કેટલાય શોક તો કેટલાય હરખે હરખાયા છે,
કેટલાક ને મારાથી ખૂબ પ્રેમ હતો તો કેટલાક બસ સંબંધે ફરકાયા છે.
જો મારા ભાઈઓ અને મિત્રો મને ખોઈ ખૂબ રડી રહ્યા છે,
જો મારા કમાયેલા બધા રૂપિયા અહીં તિજોરીમાંજ પડી રહ્યા છે.
મારામાં ખોટ શોધતા લોકો આજે મારી સારી સારી વાતો કરી રહ્યા છે,
જેમને કદી હાથ નથી મલાયો એ મને પગે પડી રહ્યા છે.
હું દોડતો રહ્યો જીવનભર એ બધુ મારે ખોવાનું છે, ચાલ હું તો જાઉં છું બધા એ છેલ્લે ત્યાંજ આવાનું છે.