Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Fantasy

અનોખી યાદી

અનોખી યાદી

1 min
180


આજની સાંજ એવી સુંદર ખીલી ગઈ,

તમારી મુલાકત મારી સાથે થઈ ગઈ,

તમારી નજર મુજને એવી ટકરાણી કે,

જિંદગીની અનોખી યાદી બની ગઈ,


રાતની પણ જલ્દી કેવી શરૂઆત થઈ,

તારાઓની મહેફિલમાં રંગત આવી ગઈ,

તમારો સુંદર ચહેરો એવો ચમક્યો કે,

અમાસની રાત પણ પૂનમની થઈ ગઈ,


તમારી મસ્ત અદા મુજને આકર્ષી ગઈ,

ચાતકની જેમ મારી પણ તરસ વધી ગઈ,

તમારા યૌવનની મહેક એવી પ્રસરી કે,

મારા તન અને મનને તરબતર કરી ગઈ,


તમારા પ્રેમની ભાષા મુજને સમજાઈ ગઈ,

મારા દિલમાં શરણાઈના સૂર રેલાવી ગઈ,

પથ્થર જેવા આ મારા દિલમાં "મુરલી",

તમારા પ્રેમની જયોતને પ્રગટાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance