અનોખી ભેટ
અનોખી ભેટ


આપેલી ઉત્તરાયણની ભેટ આજેય ભૂલાતી નથી,
જીનલ તને ભૂલુ એવી કોઈ ક્ષણ જિંદગીમાં નથી.
મળ્યો શ્રવણના રૂપે, માટે ઈશ્વરથી ફરિયાદ નથી,
છૂટા હાથે લાગણીઓ બધાંથી કેમ ખર્ચાતા નથી.
ઉત્તરાયણનાં દિ' એ લક્ષ્મીરૂપી વહુ મેળવી આપી,
સરગમ મળીને જિંદગીના સૂર દિલથી જોડી દીધા.
સતત ત્યાં ભાવનાઓના ભાવ ટપકતા હોય છે,
એટલે જ આ જીવવભર એ દિવસ યાદ રહે છે.
આ જમાનો થઈ ગયો છે વ્યસ્ત એના કામમાં હવે,
કિસ્સા પ્રણયના ક્યાંય ચર્ચાતા નથી નિઃસ્વાર્થ હવે.
કવિતા સારી લખું છું સાચું છતાં તમારાં વગર નહિવત,
ઉત્તરાયણનાં એ દિવસની ભેટ વગર આ અધુરુ રહેત.