અનંત કરુ છું
અનંત કરુ છું
બહુ જાપ જપ્યા તારા નામનાં હવે બંધ કરુ છું,
તારી સાથેના સઘળા સંબંધોનો હવે અંત કરુ છું,
ઘણું જીવજે તારી દુનિયામાં તારી મરજી મુજબ,
તારા માટે બસ આ આખરી દુઆ અનંત કરુ છું,
ખુલ્લા આકાશે ઊડવાના સપના હજીય શ્વસુ છું,
ના જોઈએ તારો સાથ હિંમત જાત સંગ કરુ છું,
અનુભવોના ઓથારે આ ભવને ઉજાગર કરીશ,
પડીશ, હારીશ ફરી ચાલીશ ના કોઈ રંજ કરુ છું,
સ્વનું નામ આભે ચમકાવીશ એક દિન જરૂર,
જીવું સત્યને પચાવી સાંજ ના કોઈ દંભ કરુ છું.
