અણગમતું બિંદુ
અણગમતું બિંદુ
ગમતું-અણગમતું તો રોજ બનતું હોય છે,
ઊઠે રોજ તોફાન અને રોજ શમતું હોય છે,
હંમેશા એક ખૂણે અંદર ધરબી રાખેલું એ,
રાખની પેઠે ઉપર શાંત અંદર ધખતું હોય છે,
શું કરીએ ? કોઈ ગાંઠની જેમ દિવસો બાંધીને,
ખુલ્લામાં એ પણ એક દિવસ રડતું હોય છે,
આંખોના ઊંડાણના તળ તાગવાં' આંસુનાં,
એક બિંદુ મહીં સરોવર રોજ તરતું હોય છે,
નથી કોઈ ઉપાય જો એ સામે આવી મળે,
અણગમતું ઝીલ ને જોઈને હસતું હોય છે,
