અનમોલ પ્રેમ
અનમોલ પ્રેમ
તારી વાટ જોવા માટે મન અધિરૂં બની જાય છે,
તારો ચહેરો જોવા માટે હ્રદય તડપવા લાગે છે.
તને આવતી જોઈને મન મયૂર થનગની જાય છે,
તારી પાયલનો નાદ પ્રેમની તરસ વધારી જાય છે.
તારી રૂમઝૂમ ચાલથી રોમ રોમ લહેરાઈ જાય છે,
તારા યૌવનની મહેંકથી મદહોંશ બની જવાય છે.
તારા કજરાળા નયનો મને કામણગારા લાગે છે,
તારો શ્યામલ ચહેરો મને પ્રેમની તરસ વધારે છે.
તારા આવવાથી રાત રળીયામણી બની જાય છે,
તારી સુંદરતાથી ચંદ્ર પણ સાવ નિસ્તેજ લાગે છે.
તારા મધુર મિલનથી રાત રંગીલી બની જાય છે,
"મુરલી" તારો પ્રેમ મને અતિ અનમોલ લાગે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

