અંકુર
અંકુર
ઉગાવી લે હૃદયમાં પ્રેમના અંકુર,
જગાવી લે હૃદયમાં પ્રેમના અંકુર,
હૃદય ધબકાવજે તું કોઈના માટે,
જમાવી લે હૃદયમાં પ્રેમના અંકુર,
લપેટી લાગણી ભીનો દિલે વિશ્વાસ,
સજાવી લે હૃદયમાં પ્રેમના અંકુર,
નથી મજબૂર કે પવનો ઝૂકાવી દે,
નિભાવી લે હૃદયમાં પ્રેમના અંકુર,
રમણ છે રામનું એવો પ્રભાવી એ,
રચાવી લે હૃદયમાં પ્રેમના અંકુર,
જગતના શ્રેષ્ઠ રસથી છે છલકતો એ,
રસાવી લે હૃદયમાં પ્રેમના અંકુર,
કરે સ્વાગત પ્રભુ પણ હોંશથી જેનું,
સમાવી લે હૃદયમાં પ્રેમના અંકુર.

