STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Romance Others

3  

Vrajlal Sapovadia

Abstract Romance Others

અંજની કાવ્ય

અંજની કાવ્ય

1 min
167

બંધ કરીને ગઝલ શાયરી 

ભરાઈ ગઈ છે હવે ડાયરી 

બેસી જઈએ છેલ્લી પાયરી 

ચક્ષુમાં ચક્ષુ રાખી,


કામની જરાં વાત કરીએ 

સમયથી થોડાં તો ડરીએ 

મધુર વાતે જ પેટ ભરીએ 

હાથમાં હાથ દઈ,


તું નક્કી કર શું ખાવું આજે 

હું બનાવું વાજતે ગાજે  

સાથે જમીએ વિના લાજે 

ભરપેટ સુપેરે,


ને બંને માંઝીએ વાસણ 

કોઈ નથી કોઈની ય દાસણ 

જાણે તું તો સિંહણ સાસણ 

સૌને શુભ રાત્રી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract