STORYMIRROR

PARUL GALATHIYA

Classics

4  

PARUL GALATHIYA

Classics

અંધકાર

અંધકાર

1 min
285

સૂરજને ડૂબતા જોઈ દિવસને લાગે ખાલીપો,

સુનું લાગે જ્યારે માણસને આંખે આવે અંધાપો.


દુનિયા નિરખતી આ આંખો જ ગુમાવું,

આંખો વગર મુશ્કેલી પડે બધું કામ નિભાવું.


રસ્તામાં ચાલવા માટે લેવો પડે બીજાનો સહારો,

એળે જાય આંખો વગરનો માણસ નો જન્મારો.


અંધાપામાં માનવીએ નથી સોનેરી દુનિયા ભાળી,

કામ કરવામાં માટે પણ રાખવો પડે એક માળી.


માણસની ઉદારતા જોઈ અંધની મદદ કરે સારી,

આંખો વગર શું કરે બિચારી આ અંધ નારી.


આંખો વગર સંસારમાં લાગે દુનિયા જાખી,

અંધજનોને જોવા નઈ મળે રૂપેરી દુનિયા આખી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics