STORYMIRROR

Rohit Prajapati

Romance Others

4  

Rohit Prajapati

Romance Others

અંધારી રાત ને સપનું

અંધારી રાત ને સપનું

1 min
323

જોને અંધારી રાત ને સપનું પણ હતું એવું,

પેલા આભલાને પણ શરમાવી જાય તેવું !


મોજાઓના શબ્દો ભલે ઘૂંંઘવાટા કરતા,

ને તોય સાગર કિનારે આંખોમાં આંખ ભળી તેવું !


તારલાઓ ટમટમીને મારી આંખો અંજાવતા,

ને તારા ખોળામાં મસ્તક મારું શમી જાય તેવું !


તું ને હું બસ એક ક્ષણની વાટ જોતા,

ને બેહદ, બેહિસાબ પ્રણય રચાઈ જાય તેવું !


રાત બાકી હતી તો અરમાન પણ બાકી,

ને તોય પૂર્ણતા જીવનમાં ભરાઈ જાય તેવું !


જોને અંધારી રાત ને સપનું પણ હતું એવું,

આપણા જીવનમાં નવ સંચાર કરી જાય તેવું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance