અંધારાની વાત
અંધારાની વાત
ડર લાગે સૌને અંધારાથી
ન લાગે અંધારાના કાર્યથી,
શિયાળને ગમતી અંધારી રાત
અહી પણ શિયાળવાની જુદી વાત.
લાળ ટપકાવતા આ શિયાળ
શિકાર કરે સ્ત્રીઓનો લુટે શિયળ.
જેમ પોતાની વાત મનાવવા
બૂમ પાડે છે ધાક જમાવવા
રાત્રીના અંધારામાં નિકળતી આત્માઓ,
તેમ અસંખ્ય લલનાઓની ઘણી કથાઓ
અંધકારમય જીવનનો વિચાર છોડી
પ્રકાશમય જીવનની કર તૈયારી
